Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

2 Chronicles 11 guj

Show guj only
Verse × ×
1 Rehoboam came to Jerusalem and assembled the house of Judah and Benjamin—180,000 chosen warriors—to fight against Israel and restore the kingdom to Rehoboam. જયારે રહાબામ યરુશાલેમ પહોંચ્યો ત્યારે તેણે પોતાનું રાજય પુન:સ્થાપિત કરવા માટે અને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે યહૂદા અને બિન્યામીનના કુળમાંથી પસંદ કરેલા કુલ એક લાખ એંશી હજાર યોદ્ધાઓને ભેગા કર્યા.
2 But the word of our Father came to Shemaiah, the man of our Father, saying: પરંતુ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયાની પાસે આવ્યું,
3 "Say to Rehoboam son of Solomon, king of Judah, and to all Israel in Judah and Benjamin: "યહૂદિયાના રાજા અને સુલેમાનના દીકરા રહાબામને, યહૂદિયા અને બિન્યામીનમાંના સર્વ ઇઝરાયલના લોકોને કહે;
4 This is what our Father says: Don't go up or fight against your brothers. Go home, each of you—this came from me." So they obeyed the words of our Father and turned back from advancing against Jeroboam. 'ઈશ્વર આમ કહે છે: તમારે તમારા ભાઈઓની વિરુદ્ધ હુમલો કે લડાઈ કરવી નહિ. દરેક માણસ પોતપોતાના ઘરે પાછા જાઓ, કેમ કે આ કામ મારાથી થયું છે.'" તેથી તેઓએ ઈશ્વરનું કહ્યું માન્યું અને યરોબામની વિરુદ્ધ ન જતા તેઓ પોતપોતાને ઘરે પાછા ગયા.
5 Rehoboam lived in Jerusalem and built up cities for defense in Judah. રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં.
6 He built Bethlehem, Etam, and Tekoa, તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,
7 Beth-zur, Soco, Adullam, બેથ-સુર, સોખો, અદુલ્લામ,
8 Gath, Mareshah, Ziph, ગાથ, મારેશા, ઝીફ,
9 Adoraim, Lachish, Azekah, અદોરાઈમ, લાખીશ, અઝેકા,
10 Zorah, Aijalon, and Hebron, the fortified cities in Judah and Benjamin. સોરા, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.
11 He strengthened the fortresses and put commanders in them, along with stores of food, oil, and wine. તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા.
12 In every city he placed shields and spears, strengthening them greatly. So Judah and Benjamin remained his. દરેક નગરમાં તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા અને તે નગરોને મજબૂત કર્યાં. યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં હતાં.
13 The priests and the Levites who were throughout all Israel came to him from all their territory, યાજકો અને લેવીઓ કે જેઓ ઇઝરાયલમાં હતા તેઓ તેમના સ્થળોમાંથી તેની પાસે આવ્યા.
14 for the Levites left their pasturelands and property, going to Judah and Jerusalem, since Jeroboam and his sons turned them away from serving as priests of our Father. લેવીઓ પોતાના ગોચર અને મિલકત મૂકીને યહૂદિયા અને યરુશાલેમ આવ્યા હતા કેમ કે યરોબામે અને તેના દીકરાઓએ તેઓને નસાડી મૂક્યા હતા કે જેથી તેઓ ઈશ્વર માટે યાજકની જવાબદારી બજાવી ન શકે.
15 He appointed his own priests for the high places, for the goat idols, and for the calf idols he had made. યરોબામે સભાસ્થાનને માટે, પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે, તેઓના સ્થાને અન્ય યાજકો નિયુકત કર્યા.
16 From every tribe of Israel, those who set their heart on seeking our Father, the God of Israel, followed the Levites to Jerusalem to sacrifice to our Father, the God of their ancestors. તેઓની પાછળ ઇઝરાયલનાં કુળોના સર્વ લોકો, જેઓએ પોતાનાં અંત:કરણ ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને શોધવામાં લગાવ્યાં હતાં તેઓ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરને યજ્ઞ કરવા યરુશાલેમ આવ્યા.
17 They strengthened Judah's kingdom, supporting Rehoboam son of Solomon three years, for they walked in the way of David and Solomon three years. તે લોકોના કારણે યહૂદિયાનું રાજય બળવાન થયું. તે ત્રણ વર્ષ દરમિયાન તેઓએ સુલેમાનના પુત્ર, રહાબામને બળવાન કર્યો, કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યા હતા.
18 Rehoboam married Mahalath, the daughter of Jerimoth son of David and of Abihail the daughter of Eliab son of Jesse. રહાબામે માહલાથની સાથે લગ્ન કર્યું. માહલાથ દાઉદના દીકરા યરીમોથની દીકરી હતી. યિશાઈના દીકરા અલિયાબની દીકરી અબિહાઈલ તેની માતા હતી.
19 She bore him sons: Jeush, Shemariah, and Zaham. તેને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ.
20 After her, he married Maacah the daughter of Absalom, who bore him Abijah, Attai, Ziza, and Shelomith. માહલાથ પછી રહાબામે આબ્શાલોમની પુત્રી માકા સાથે લગ્ન કર્યું. તેણે અબિયા, અત્તાય, ઝિઝા અને શલોમીથને જન્મ આપ્યો.
21 Rehoboam loved Maacah daughter of Absalom more than his other wives and concubines, since he had eighteen wives, sixty concubines, twenty-eight sons, and sixty daughters. પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબામ માકા ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી. તેના અઠ્ઠાવીસ દીકરા અને સાઠ દીકરીઓ હતી.
22 Rehoboam made Abijah, son of Maacah, chief leader among his brothers, intending to make him king. રહાબામે માકાના દીકરા અબિયાને તેના બધા ભાઈઓમાં અધિકારી નીમ્યો; તે તેને રાજા બનાવવાનું વિચારતો હતો.
23 He acted wisely, spreading some of his sons through every district of Judah and Benjamin, to each fortified city, giving them abundant provisions and seeking many wives for them. રહાબામે કુશળતાપૂર્વક રાજ કર્યું; તેણે તેના બધા પુત્રોને યહૂદિયાના અને બિન્યામીનનાં સર્વ કિલ્લાવાળાં નગરોમાં મોકલી દીધા. તેણે તેઓને માટે ખાવાપીવાની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં પૂરી પાડી. ઘણી સ્ત્રીઓ સાથે તેઓના લગ્ન કરાવ્યાં.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]