Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

1 Chronicles 5 guj

Show guj only
Verse × ×
1 The sons of Reuben, Israel's firstborn—he was indeed the firstborn, but since he violated his father's bed, his birthright went to the sons of Joseph son of Israel, so he could not be listed as the firstborn in the genealogy. ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; જો કે રુબેન ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો હતો, પરંતુ તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યો હતો તેથી તેના જયેષ્ઠપણાનો હક ઇઝરાયલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો. તેથી તેને જયેષ્ઠ દીકરા તરીકે ગણવામાં આવ્યો નહિ.
2 Though Judah grew strong among his brothers and a ruler came from him, the birthright was Joseph's. યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો અને તેના વંશમાંથી આગેવાન આવશે. પણ જયેષ્ઠપણાનો હક તો યૂસફનો જ રહ્યો.
3 The sons of Reuben the firstborn of Israel: Hanoch, Pallu, Hezron, and Carmi. ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી હતા.
4 The sons of Joel: Shemaiah his son, Gog his son, Shimei his son, યોએલના વંશજો; યોએલનો દીકરો શમાયા હતો, શમાયાનો દીકરો ગોગ હતો, ગોગનો દીકરો શિમઈ હતો,
5 Micah his son, Reaiah his son, Baal his son, શિમઈનો દીકરો મિખા હતો, મિખાનો દીકરો રાયા હતો, રાયાનો દીકરો બાલ હતો,
6 and Beerah his son, whom Tiglath-pileser king of Assyria exiled—he led the Reubenites. બાલનો દીકરો બેરા હતો. તેને આશૂરનો રાજા તિગ્લાથ-પિલ્નેસેર, બંદીવાન કરીને લઈ ગયો હતો. બેરા રુબેનીઓના કુળનો સરદાર હતો.
7 His relatives by their clans, as listed in the genealogical records: Jeiel the chief, Zechariah, તેઓની વંશાવળીના અહેવાલની નોંધ મુજબ, તેઓનાં કુળ પ્રમાણે તેઓના ભાઈઓ આ હતા; મુખ્ય યેઈએલ તથા ઝર્ખાયા,
8 and Bela son of Azaz, son of Shema, son of Joel. They settled in Aroer, to Nebo and Baal-meon. યોએલના દીકરા શેમાના દીકરા આઝાઝનો દીકરો બેલા. તેઓ અરોએરમાં છેક નબો તથા બાલ-મેઓન સુધી રહેતા હતા.
9 They also settled eastward to the edge of the desert that stretches to the Euphrates, since their livestock had multiplied in Gilead. પૂર્વ દિશામાં ફ્રાત નદીથી અરણ્યની સરહદ સુધી તેમનો વિસ્તાર હતો. કેમ કે ગિલ્યાદ દેશમાં તેઓના પશુઓની સંખ્યા ઘણી હતી.
10 In Saul's days they fought the Hagrites, who fell to them; they lived in the Hagrites' tents across the whole region east of Gilead. શાઉલના દિવસોમાં યોએલના દીકરાઓએ હાગ્રીઓ પર હુમલો કર્યો અને તેઓનો નાશ કર્યો. તેઓ ગિલ્યાદની પૂર્વ બાજુના સઘળા પ્રદેશમાં પોતાના તંબુઓમાં વસ્યા.
11 The sons of Gad lived next to them in the land of Bashan as far as Salcah: ગાદના કુળના સભ્યો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખા સુધી વસ્યા.
12 Joel the chief, Shapham the second-in-command, then Janai and Shaphat in Bashan. તેઓના આગેવાનો યોએલ, જે કુટુંબનો મુખ્ય હતો, કુટુંબનો બીજો મુખ્ય શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં રહેતા હતા.
13 Their relatives, by their fathers' households, were Michael, Meshullam, Sheba, Jorai, Jacan, Zia, and Eber—seven. તેઓના સાત ભાઈઓ મિખાએલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ તથા એબેર.
14 These were sons of Abihail son of Huri, son of Jaroah, son of Gilead, son of Michael, son of Jeshishai, son of Jahdo, son of Buz. આ નીચે મુજબની વ્યક્તિઓ અબિહાઈલના વંશજો; બૂઝનો દીકરો યાહદો હતો, યાહદોનો દીકરો યશિશાય હતો, યશિશાયનો દીકરો મિખાએલ હતો, મિખાએલનો દીકરો ગિલ્યાદ હતો, ગિલ્યાદનો દીકરો યારોઆ હતો, યારોઆનો દીકરો હૂરી હતો, હૂરીનો દીકરો અબિહાઈલ.
15 Ahi son of Abdiel, son of Guni, was the head of their fathers' households. ગુનીનો દીકરો આબ્દિયેલનો દીકરો અહી, તેઓના પિતાના કુટુંબનો મુખ્ય હતો.
16 They lived in Gilead, in Bashan and its villages, and across all Sharon's pasturelands to their borders. તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના નગરોમાં તથા શારોનની સઘળી ઘાસચારાવાળી જમીનોમાં, તેઓની સરહદ સુધી રહેતા હતા.
17 All these were listed in genealogies during the reigns of Jotham king of Judah and Jeroboam king of Israel. યહૂદાના રાજા યોથામના દિવસોમાં તથા ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં, આ બધાને તેઓની વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા હતા.
18 The Reubenites, Gadites, and half-tribe of Manasseh had capable men bearing shield and sword, drawing the bow, trained for war—44,760 ready for battle. રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાનું અડધું કુળ જેઓ ઢાલ તથા તલવાર ઊંચકનાર, ધનુર્વિદ્યા જાણનારાં તથા યુદ્ધમાં કુશળ એવા ચુંમાળીસ હજાર સૈનિકો હતા.
19 They waged war against the Hagrites, and against Jetur, Naphish, and Nodab. તેઓએ હાગ્રીઓ, યટૂર, નાફીશ તથા નોદાબ પર હુમલો કર્યો.
20 They were helped against them; the Hagrites and all their allies were given into their hand, because they cried out to our Father in battle. He answered them, for they trusted in him. ઇઝરાયલીઓને તેઓ વિરુદ્ધ ઈશ્વર તરફથી સહાય મળી. આ પ્રમાણે હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ હારી ગયા. કેમ કે ઇઝરાયલીઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતી કરી અને તેમણે તેઓની વિનંતી માન્ય કરી, કારણ કે તેઓએ ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.
21 They captured the Hagrites' livestock: 50,000 camels, 250,000 sheep, 2,000 donkeys, and 100,000 people. તેઓએ તેમનાં જાનવરો, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, બે હજાર ગધેડાં ઉપરાંત એક લાખ માણસોને કબજે કરી લીધા.
22 Many fell dead, for the battle was our Father's; they lived there until the exile. કેમ કે ઈશ્વર તેમના માટે લડ્યા. તેઓએ ઘણાં શત્રુઓનો સંહાર કર્યો. બંદીવાસ થતાં સુધી તેઓ તેમના દેશમાં રહ્યા.
23 Manasseh's half-tribe lived in the land, growing numerous from Bashan to Baal-hermon, Senir, and Mount Hermon. મનાશ્શાનું અડધું કુળ, બાશાનના દેશથી બાલ-હેર્મોન તથા સનીર જે હેર્મોન પર્વત છે ત્યાં સુધી વસ્યું.
24 Heads of their fathers' households: Epher, Ishi, Eliel, Azriel, Jeremiah, Hodaviah, and Jahdiel—mighty warriors, famous men, heads of their fathers' households. તેઓના પિતાના કુટુંબોના આગેવાનો આ પ્રમાણે હતા: એફેર, યિશઈ, અલિયેલ, આઝ્રિયેલ, યર્મિયા, હોદાવ્યા તથા યાહદીએલ. તેઓ પરાક્રમી, હિંમતવાન, નામાંકિત પુરુષો હતા તથા પોતાના પિતાના કુટુંબનાં આગેવાનો હતા.
25 But they were unfaithful to their ancestors' God and prostituted themselves to the gods of the land's peoples, whom our Father had destroyed before them. પણ તેઓ પોતાના પિતૃઓના ઈશ્વરને અવિશ્વાસુ હતા. તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ ઈશ્વરે કર્યો હતો તેઓના દેવોની પૂજા કરીને તેઓ ધર્મભ્રષ્ટ થયા.
26 So our Father of Israel stirred up the spirit of Pul king of Assyria—Tiglath-pileser king of Assyria—and he exiled the Reubenites, Gadites, and half-tribe of Manasseh to Halah, Habor, Hara, and the river Gozan, where they remain to this day. ઇઝરાયલના ઈશ્વરે આશૂરના રાજા પૂલનું તથા આશૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરનું પણ મન ઉશ્કેર્યું. તે તેઓને એટલે રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને બંદીવાન કરીને લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારા તથા ગોઝાન નદીને કિનારે લાવીને વસાવ્યા, જ્યાં તેઓ આજ સુધી વસેલા છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]